Gujarati jokes funny, comedy | ગુજરાતી જોક્સ

મિત્રો આજે હુ તમને Gujarati jokes વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Gujarati jokes ગમશે. જો તમને આ Gujarati jokes ગમે તો તમે એક વાર આ Gujarati caption for instagram પણ વાચજો.

Gujarati jokes

લગન માં બાયું એકબીજા ની
સાડી જોઇને બળતરા કરે
અને ભાઇઓ એકબીજા ની
લાડી ને જોઇને બળતરા કરે

વધારે ફોન વાપરવાથી
આંખો ખરાબ થાય,
એટલે હું એક જ ફોન
વાપરું છું

સહુથી નાની લવ સ્ટોરી
છોકરો – નાઈસ ડીપી
છોકરી – આભાર ભાઈ…
ઈ… લગન પહેલાની છે.

સવારમાં એક સંબંધી મારા ઘરે કંકોત્રી આપવા આવ્યા,
કંકોત્રી હાથમાં આપીને ક્યે કે,

ગુજરાતી જોક્સ

લગ્ન ૧૫ તારીખે છે પણ આપણે બધાએ
૧૪ તારીખે ટાઉન હોલ ખાતે મળવાનું રહેશે,
ત્યાં લકી આપણે ડ્રો રાખ્યો છે પહેલાં ૫૦ લોકો સિલેક્ટ કરવા જો તમારો નંબર આવે તો ભલે બાકી,
ત્યાં જ ટેબલે ચાંદલો લખાવીને તમારા ઘરે રવાના થઈ જજો

gujarati-jokes-funny-comedy-ગુજરાતી-જોક્સ

બધાના દિલ પથ્થરના
નથી હોતા સાહેબ
અમુકના .
બટેટાના પણ હોય છે
ગમે તે શાકમાં મિક્ષ થઈ જાય છે.

મેસેજ તો દસ સેકન્‍ડમાં લખાઈ જાય છે
વાર તો ઈમોજી ગોતતા લાગે છે..

gujarati-jokes-funny-comedy-ગુજરાતી-જોક્સ

સાલું હવે તો એટલી બધી ઠંડી વઘી ગઈ છે કે
ના પૂછો વાત,
કાલે રાત્રે એક મચ્છર મારા કાનની પાસે આવી
ને બોલ્યું ભાઈ તને હું નઈ કરડું
બસ મને ખાલી ગોદડામાં આવવા દે.

Funny Gujarati jokes

પરીક્ષામાં STOP WRITING બોલવાથી
પ્રોફેશનલ લોકો જ લખવાનું બંધ કરે છે.
બાકી આપણે આયા ગુજરાતમાં તો પેપર
ખેંચે નઈ ત્યાં સુધી તો મેળ નો આવે.

એ હાલજો ભાઈ…
બધાય નવા વરસમાં આવી ગયા ને ..?
કોઈ પાછળ તો નથી રહી ગયું ને …
જોજો હો જોઈ લેજો એક વાર પસી
પાછળથી રાડુ નો નાખતા

નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા
પહાડોની વચ્ચે મોકલે છે.
સફળ પ્રેમ વ્યક્તિને શાકભાજી લેવા
માર્કેટમાં મોકલે છે.
-ભંગાયેલ ભૂરો

એક વાર હોઠ પર.
એક વાર ગાલ પર.
એક વાર કપાળ પર.
એક વાર હાથ પર.
વેસેલીન જરૂર લગાવી લેજો.
શિયાળો આવી ગયો છે.

Comedy Gujarati jokes

એક નેતા ગામડામાં ગયા અને લોકોને પુછયું કે
“તમારી ગમે તે સમસ્યા હોય એ કહો…”
ગામ લોકો એ કહ્યું કે ગામમાં બે સમસ્યા છે.
એક તો ગામમાં ડોકટર નથી !
નેતાએ ફોન કાઢીને કોઇક સાથે વાત કરીને કહ્યું
“હાલો એ સમસ્યા પતી ગઇ,બીજી બોલો!”
ગામ લોકોએ કહ્યું બીજુ એ કે,
અમારા ગામમાં એકેય કંપનીનું મોબાઇલ નેટવર્ક નથી આવતું.

કય કહેવા જેવું જ નથી
મારું Body ડોરેમોન જેવી
ને life નોબિતા જેવી
બની ગઇ છે.

અત્યારે ઠંડુ પાણી પીએ નેતો
શરીરમાં પાણી ક્યાં પોચ્યું
એ LOCATION
પણ ખબર પડી જાય….

આજ મે ખુદ
મારું સન્માન કર્યું…!!
શાલ ઓઢી ને,
ટાઇઢ તો જો

પ્રેમમાં પેહલું ડગલું
અને આ શિયાળામાં
નહાવામાં પહેલું ડબલું
ખૂબ અગત્યના હોય છે.

Gujarati jokes

gujarati-jokes-funny-comedy-ગુજરાતી-જોક્સ

ચાર ભાઇબંધ હોટલમાં જમવા ગયા,
ખાધા પછી બધા ઝગડો કરતા હતા,
બધા કહેતા હતા બિલ હું આપીશ, બિલ હું આપીશ
છેલ્લે નક્કી થયું જે હોટેલ નો એક ચકકર મારી
પહેલા આવશે એ બીલ આપશે
મેનેજર ને સિટી મારવાનું કહ્યું.

મેનેજરે સિટી મારી ચારે જણા દોડ્યા
મેનેજર આજ સુધી ત્યાં જ ઉભો છે,
એકેય વળી ને પાછો નથી આયો.

ભૂલો ભલે બીજું બધું પણ
જ્યારે ફોન CHARGING મા મૂકો
ત્યારેએની સ્વીચ ચાલુ કરવાનું ભુલતા નહિં…

પાણી ઉકાળીને પીવાનું રાખો
કારણકે, નદી તળાવમાં
માછલીનાં બચ્ચાં ડાઇપર નથી પહેરતાં

સવાર સવારમાં લોકો
એટલા બધા સુવિચાર મોકલે છે કે
જાણે મારે જ
સુધારવાનું બાકી હોય…

Gujarati comedian jokes

ઠંડીનું જોર વધતા
બાથરૂમ જતી તમામ ફલાઇટો
રદ કરેલ છે…

લ્યો એમ ના ચાલે…
નાસતો લેવો જ પડશે
“પણ મને ભૂખ નથી”
“અરે એમ નહીં, હું કહું છું કે,
“નાસ” તો લેવો જ પડશે……

મે એને કાર ગિફટ મા આપી
તો પણ એ નારાજ છે
તમે જ કહો હવે,
એ ૧૦ રૂપિયા નો સેલ તો
જાતે ખરીદી શકે ને

મારે GIRL FRIEND એટલા માટે નથી
કેમ કે,
ફુક મારીને વાગેલું
મટાડવા નું ટેલેન્ટ મારા માંં નથી…

ખુશ કેમ રહેવું એ તો
કુકર પાસેથી શીખવા જેવું છે…
ઉપર પ્રેશર
નીચે આગ
તો પણ બિન્દાસ સીટી મારતો રહે છે…

Gujarati funny jokes

gujarati-jokes-funny-comedy-ગુજરાતી-જોક્સ

પોલીસ ને જોઇને લોકો
એટલી ઝડપથી માસ્ક પહેરે છે,
કે
જેવી રીતે પહેલાના જમાનામાં
સસરાંને જોઇને વહુઓ લાજ કાઢતી…

પેપરમાં જાહેરાત હતી..!!
જોઇએ છે…
ધરના ઉંબરામાં
ચોખાથી ભરેલા કળશને
લાત મારવા વાળી..!!
ટચૂકડી જાહેરાત

અમારી બધી ખુશી
છીનવી લેશો તો ચાલશે,
પણ જો કોઇએ ગોદડું ખેચ્યું
તો માથાકૂટ થઇ જશે…
ઠંડી લાગે છે બાપલિયાવ

છોકરીઓનું બેસ્ટ ફ્રેન્ડ હોવું
સહેલું નથી હોતું.
એના નખ તુટે
તો પણ બેસણું કરવું પડે….

પ્રેમમાં આંધળો માણસ
અને ચા માં ડૂબેલું બિસ્કીટ
બંનેને બચાવવા
ખુબ મુશ્કેલ હોય છે…

Funny Gujarati jokes

gujarati-jokes-funny-comedy-ગુજરાતી-જોક્સ

દૂધ સી સફેદી
ફોટો એડીટીંગ સે આયે…
કાલી કાલી લડકીયા ભી
ખીલ ખીલ જાયે..

“૨૦૨૧ ની કંકોત્રી નો ટહુકો”:
રસી મુકાવી દીધી હોય તો,
માલા કાકા/મામા ના લગ્ન
માં જલુલ પધારજો..

ક્યારેક ક્યારેક તો વિચાર આવે કે
ગોકુલધામ સોસાયટીની બધી લેડીઝ
આટલી ખુશ અને શાંતિથી કેમ રહી શકે છે.
પછી ધ્યાન પડ્યું કે કોઈના ઘરે સાસુ જ નથી…

આજકાલના છોકરાઓથી તો નાની નાની લત પણ નથી છૂટતી
એમને કેવાનું કે અમે 12 ધોરણ સુધી
અને કોલેજ પણ ભણ્યા તોય
ભણવાની આદત હજી નથી પડી..
આને કેવાય સંયમ
મન મક્કમ હોવું જોઈ બાકી આતો બધું મોહમાયા સે હો, ભાઈ

પૈસાદારને ત્યાં લગ્ન હોય ત્યારે :
આમંત્રણ – ૧૦૦, આવે – ૭૦,
ગિફ્ટ – ૭૦, ખોવાયેલી વસ્તુ – ૦૦
આપડે ત્યાં લગ્ન પ્રસંગ હોય ત્યારે :
આમંત્રણ – ૧૦૦, આવે – ૨૫૦,
ગિફ્ટ – ૧૩ અને ખોવાયેલી વસ્તુ –
૧૨ થાળી, ૭ નાના વાટકા, ૧૫ સ્ટીલના ગ્લાસ, ૩ ખુરશી,
એક સાઈડનું ચપ્પલ

Gujarati jokes

છેલ્લા દસ દિવસથી
સવારે શિયાળો અને બપોરે ઉનાળો હતો.
એટલે ચોમાસાને થયું
લાવને હું પણ આંટો મારી આવું.

જે હું બોલું છું એ હું કરૂ છું
જે હું નથી બોલતો એ હું કરતો જ નથી.
આપડા થી થાય નઇ એમાં શું
મગજ મારી કરવી….

રીંગણાં અને દૂધી ખાતા ના હોય
અને પાછાં ક્યે
જાનુ, તુ મારી સાથે વાત નહીં કર
તો હું, ઝેર પી લઇશ.
હવે ભાઈ તું પેલા કારેલા ખાતા શીખ
હાલી નિકળો છો…

નવેમ્બર-ડિસેમ્બરમાં તો
એવી રીતે લગ્નો થાય છે,
કે જાણે વર-કન્યા ઉપર
૫૦% નું ડિસ્કાઉન્ટ
મળી રહ્યું હોય.

વાળ કપાવતા વખતે ધીમેથી
ટીવી જેવા માટે ગરદન ઊંચી કરીએ,
અને વાણંદ એક જ ઝાટકે
ગરદન નીચી કરી નાખે.

ત્યારે,સાલું લાગી આવે કે,
આ દુનિયામાં આપણી
કોઈ ઈજ્જત જ નથી..

કંકોત્રીની અંદર
પુરુષના નામ આગળ ચિ.
કેમ લખેલું હોય છે?
“ચિંતાગ્રસ્ત”
પત્ની ના નામ આગળ
અ.સૌ. કેમ લખેલું હોય છે?
“એકલી સો બરાબર.”

Comedy Gujarati jokes

હું મારી ગર્લફ્રેન્ડને
બહુ પ્રેમ કરું છું,
પણ પ્રોબ્લેમ એ છે કે
એને ખબર નથી કે
એ મારી ગર્લફ્રેન્ડ છે.

કોમેન્ટ ટાઇપ કરવામાં
સાવધાની રાખવી,
“હા જી” નીજગ્યાએ
“હા દી” ટાઇપ થઇ જશે તો
ગઠબંધન, રક્ષાબંધનમાં
પરિવર્તિત થઇ શકે છે.

જીવનનો
સૌથી અધરો પ્રસંગ
એટલે
ચા રકાબીમાં રેડીયાં પછી
છીંક આવવી.

બાળપણમાં મમ્મીએ
કાઇક એવી નજર ઉતારી છે,
કે આજ સુધી કોઇ
છોકરીની મારા પર નજર જ નહિ પડી.

આવા ભયંકર લગનની સીઝનમાં પણ
જો તમે ઘરે જમતા હોવ તો,
મહેરબાની કરીને તમારો વ્યવહાર સુધારો.,
ટોપ ૫૦ માં આવવા પ્રયત્ન કરો …

અમુક નંગ એવા હોય જે
“હાલો હવે હું રજા લવ છું”
કરતા કરતા કલાક સુધી ઊભા નો થાય ….

આજે તો ફ્રીજ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો!!
ફ્રીજ કરતા તો વધારે ઠંડુ પાણી
ઉપરની ટાંકી માંથી આવે છે.

જમાઈ : તમારી છોકરીનો બહું ત્રાસ છે બહું
નખરા કરે છે અને વગર કારણે ઝઘડે છે..
સહાનુભૂતિ સાથે સસરા કહે : ભાઈ,તારી પાસે
જે “કટપીસ” છે ને.
એનો “આખો તાકો” મારી પાસે છે..!!
જમાઈ ચૂપ થઈ ગયા…

ન્હાવાનાંં સાબુ ઉપર
છોકરીઓના જ ફોટા કેમ હોય છે.?
ન્હાતા તો છોકરાઓ પણ હોય છે…!!
આંદોલન કરવું પડશે હવે…

જ્યારે ફોરેનમાં કોઈ જોરથી ગીતો વગાડે ત્યારે :
Can you please turn your volume down ..?
અને અહીંયા : તારા બાપના લગન સે ?

ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને
ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા….
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા
“અલ્યા ડબામાં શાકતો નથી ?”
ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે.

બકો લગ્નમાં જમવા ગયો,
ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઈને
તેમને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ હશે.
તે લઈને મોઢામાં મૂકવા જતા હતા
ત્યાં બકુડીએ રાડ પાડી,
ખાતા નહીં ….. હાવ મોળું સે…..

વધારે ચિંતા ના કરો
બધાના લગ્ન ગર્લફ્રેન્ડ સાથે જ થશે.
હવે કોની ગર્લફ્રેન્ડ સાથે કોના લગ્ન થાશે
એ મને નથી ખબર હો.

comedy jokes gujarati

પતિ હિબકે ચડીને રોયો,
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર
હાથમાં આવ્યું અને એમા લખ્યું હતું,
“કોમલભાષી અને શાંતિપ્રિય”

કોરોનાએ તો માણસાઈ જીવંત કરી છે,
ટેસ્ટ તમે કરાવો ને પ્રાર્થના આજુબાજુ વાળા કરે,
કે નેગેટિવ આવે તો સારૂ.

છોકરો : હાય, આઈ લવ યુ.
છોકરી : મારે બોય ફ્રેન્ડઆ છે.
છોકરો : વાંધો નય આટલું
જાણવાના તારા બાપુજીએ
મને પાંચ હજાર દીધાં છે.

કાલે એક પરિણીત પુરૂષના ઘરે એનું કોઈ
સગું લગ્નની કંકોત્રી આપવા આવ્યું.
પુરુષે સાહજિક ભાવે પૂછ્યું,
‘ઘટનાસ્થળ ક્યાં છે’ ?

પરફેક્ટ જોડી ફક્ત…
ચમ્પલમાં જોવા મળે છે…!!
બાકી બધી અંધ્શ્રદ્ધા છે…

અઘરા પ્રયોગો
કદીપણ
“જુલાબ” ની ગોળી
અને
” ઉંઘ ” ની ગોળી
એક સાથે ના લેવી.

Gujarati jokes

પાડોશીને જુઓ
દર રવિવારે એની પત્નીને ફરવા લઈ જાય છે,
તમે કોઈ દિવસ લઈ ગયા ?
મેં ય બે ત્રણ વખત કીધું પણ એ ના પાડે છે.

દરેક મહિલાનું એક જ સપનું.
મન ભરીને ખાઉં
અને જાડી પણ ના થાઉં.

ઉસે પાના.
ઉસે ખોના..
ઉસકી યાદ મેંં રોના …
અગર યહી ઈશ્ક હૈ તો ….
આપણે ક્યાં આવા ઈશ્કની જરૂર છે.
તમે કરો …

ભુતની સીરીયલમાં હિરોઈન એવું પુછે
” કૌન હૈ વહા ?”
જાણે ભુત સામેથી કહેવાનો હોય કે
” આ રહ્યો મોટા બેન, કબાટની પાછળ બેઠો છું ને
મમરા ખાઉં છું”!!!!

છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,
હવે તો લોન લઈને ભાગવાનો જમાનો આવ્યો !

છોકરો અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે કરી નાખીશું

Comedy Gujarati jokes

પત્નીનો તાવ માપવા ડોકટરે મોમાં
થરમોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યું,
ઘડીવાર સુધી પત્નીને ખામોશ બેઠેલી જોઈ
એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક
થઈ ડોક્ટરને હળવેકથી પુછયુ,
આ ડાંડલી કેટલાની આવે ?

મને એ નથી સમજાતું કે
તમે કોઈની મજાક ઉડાવો,
તો એ મજાક ઉડીને જતી ક્યાં હશે !!

બાળપણમાં મારી મારીને સુવડાવતા હતા,
અને હવે મારી-મારીને ઉઠાડે છે હો, હદ છે યાર !!

ગમે તે કહો બાકી એક વાર ઉઠીયા પછી,
ફરીવાર સુઈ જવાની મજા જ અલગ છે!!

પત્ની સેલ્ફી લે અને પછી ડિલીટ કરે
અને કેમેરાનો કાચ સાફ કરે,
આમ અડધો કલાક ચાલ્યું,

પતિથી ના રહેવાયું અને બોલાઈ ગયું કે,
એકવાર મોઢું સાફ કરીને ટ્રાય કર,

પતિ કઈ હોસ્પિટલમાં છે,
કોઈને ખબર નથી પડી હજી.

શાકભાજી વાળો ક્યારનો ભિંડામાં પાણી છાટતો હતો…
ઘરાક ઉભો ઉભો કંટાળી ગયો.

Funny Gujarati jokes

૧૦ મિનિટ પછી શાકભાજી વાળો બોલ્યો,
બોલો શેઠ શું આપુ …?
ઘરાક : જો ભિંડો ભાનમાં આવ્યો હોય તો અડધો કિલો આપી દયો.

પત્નીને બહાજ જવાનૂ ક્યો એટલે એને
સામાન પેક કરતા અઠવાડીયુ લાગે
પણ જો, ઝઘડો થાય,
તો એ જ સામાન
એક જ કલાકમાં પેક થઈ જાય,
પણ જાય નહીં.

ઉપવાસની નવી સ્ટાઈલ….
એકાદ દિવસ આ બધી વસ્તુઓ વિના જીવવાનું :
મોબાઈલ ફોન, ફેસબૂક, વીજળી, ઈન્‍ટરનેટ, બાઈક,
વોટસએપ, ટીવી….

આ ઉપવાસ કરીને જુઓ
ભગવાન પણ જમીન પર આવીને કહેશે.
બસ ગાંડા રડાવીશ કે શું.

જરૂરીનથી કે
કોઈ તમારી જીંદગીમાં આવેને ત્યારે જ ખુશી મળે…
અમુક અમુક “પનોતી”
તમારી જીંદગીમાંથી વય જાય
તો ય જીંદગી જન્નત થઈ જાય…

એક સુંદર પુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે અને પછી તેને
યાદ આવે છે કે તે તો પેન લાવવાની જ ભૂલી ગઈ છે.
એટલામાં જ એક બાળકી તે યુઅવતી પાસે
દોડીને આવી કહે છે ‘લે મમ્મી આ તારી પેન’
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈનેબોલ્યા ‘મમ્મી’
આ સંતુર સાબુની કમાલ નહોતી
આ ATKTનો અઢારમો પ્રયત્ન હતો….

અમૂક તો એવા હોય ને કેગાડી માંગીને લઈ જાય,
એનોય વાંધો નહીં…
પેટ્રોલ નખાવે કે ન નખાવે
એનો ય વાંધો નહીં…
પણ
વધારાની સલાહ આપતા જાય કે
ગાડી હવે સર્વિસ માંગે છે…!!!

Gujarati jokes

હું હોટેલમાં ગયો
બધી સીટ પર કપલ બેઠાતા…
બેસવાની જગ્યા જ નોતી
ખિસ્સામાંથી ફોન કાઢ્યો
અને જોરથી બોલ્યો
તારી આઈટમ આયાં બીજા હારે બેઠી છે જલ્દી આવ…
૯ છોકરીઓ ગાયબ થઈ ગઈ…

આંખનો પણ એક ભાઈ હોય છે,
જેને લોકો “આયબ્રો” કહે છે.

શિયાળામાં
ભૂલથી પંખો ચાલુ થઈ જાય તો
પરિવારના સભ્યો એક હારે એમ સામુ જોવે,
જાણે ઘરમાં આતંકવાદી ઘુસી ગ્યો હોય…

હમે તો ટાઢ ને લુંટા
ગોદડે મે કહા દમ થા
મુજે એસી જગહ સુવડાવ્યા
જહાં ગોદડા કમ થા..

હવે આવી અફવા કોણે ફેલાવી કે
આ વખતે ક્રિસમસ 25 ડિસેમ્બરે નહિ
પણ 8 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.
કેમ કે સાંતા કલોઝ આવશે તો
એને 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે.

મિત્રો હુ આશા કરુ છુ કે તમને આ Gujarati jokes ગમયા હશે.

Leave a Comment