આજે હુ તમને True love quotes in gujarati અને તેની સાથે સાથે gujarati couple shayari વિશે પણ કહિશ. તો હુ આશા કરુ છુ કે તમને આ True love quotes in gujarati ગમશે. જો તમને આ True love quotes in gujarati ગમે તો તમે એક વાર આ Instagram bio gujarati પણ વાચજો.
True love quotes in gujarati

આ મારી મુસ્કાન
જે મારા મોઢા પર તને જોઈને આવે છે ને
એજ નિશાની છે,
કે તને જોઈને મારી હ્રદય કેટલું હરકાએ છે
આ તારી મારી વાતો,
કેમ હમેશા અધૂરી રહી જાય છે?
પણ સારુ છે,
તારી જોડે વાત કરવાનો બહાનો મળી જાય છે
આ રૂમઝુમતી વરસાદ,
મને તારી યાદ અપાવે છે,
હું એના ઉપર કેટલો ગુસ્સો કરુ છું,
તો પણ એ મારા ઉપર પ્રેમ જ વરસાવે છે
gujarati couple shayari
આ પ્રેમ પણ કેટલો કમાલ નો છે ને,
આપડે હમેશા એના રંગ મા રંગી નાખે છે,
તો પણ આપડે બેદાગ રહીએ છે.
ચાલતા ચાલતા ખમુ તો થાક લાગે છે,
એમજ તને જ્યારે ભુલુ,
ત્યારે કુદરત પણ તને સાથ આપે છે

ભાર એવો આપજે કે,
ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકું.

પ્રેમ એટલે માત્ર આખો દિવસ –
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત –
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ “પ્રેમ” છે.
True love quotes in gujarati

એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે
કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા
કદાચ ના મળે બીજો જન્મ સાથે
આ જન્મ મારો સંગાથ બની જા
પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે.
ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે…
લવ શાયરી
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે.
સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે “જરૂરી” હોવું સુંદર છે.
” હગ એટલે”
સાહેબ, સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો.
હું કહું કે કેળ છે,
ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં
ભેળસેળ છે…!!
મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો…..
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો….!!
વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે.
પતિ પત્ની નો પ્રેમ શાયરી
છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં…
વિચારમાં છું,
વસવાટ કરું કે વિસામો ?
લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું….
ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.
મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય તો !!
પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!
True love quotes in gujarati
ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
કેમ ઝુકાવી દે છે
તું તારી
આંખો નાં પલકારા…
શું તારે રોકી દેવા છે,
હવે હ્રદય નાં ધબકારા.?
બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો
પર્સનલ પણ તું અને
લાઈફ પણ તું!!
હું નથી ગગન
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે
તો મારા દિલને રાહત મળે!!
બધુ અનુકુળ ક્યાં હોય છે,
વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે !!
ધોંધાટનું બહાનું કરી
તમે ‘સાદ’ ના દીધો,
નહીતર
‘હાથવગી’ રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની
gujarati couple shayari
બસ,
એટલા નજીક રહો,
કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે.
અણગમતું છે ને
એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે
કોઈ રમતું થઈ જશે…
એમ શોધશો તો
હું નહી મળું,
બસ, યાદ કરશો
તો કદાચ સામે મળું…
શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં,
ટમટમતો સિતારો છું…
Love shayari gujarati
પ્રેમનાં પુષ્પો,
ભરીને રાખજો…
દિલ દીધું છે,
સાચવીને રાખજો
હ્રદયમાં આવકારો
બધાને અપાય
બાકી સ્થાન
અમુકને જ અપાય
સાંજ પડે ને
એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને
એવો બીજો વિસામો
ક્યાં મળે ?
શું વાત છે
આજે આ તરફ પગલાં પડયા
હું રસ્તા માં મળ્યો કે
પછી
રસ્તો ભુલા પડયા.
True love quotes in gujarati
હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં,
ને દિલ માં પડયા લાખો છેદ
ક્ષણવારમાં !!
પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો…
એક ને એક ગુન્હો મારે કેટલી વાર કરવો…!!
સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.
આજે તારો કોરો કાગળ
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી,
બસ ધબકારો વાંચી લીધો.
ગોરંભાયું છે ગગન
લાગણીઓના વધામણાં છે.
છલકાયું છે મન
તારા આવવાના શમણાં છે.
મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી
તો મિત્રો હુ આશા કરુ છુ કે તમને આ True love quotes in gujarati ગમી હશે.