100+ Best Suvichar in gujarati | ગુજરાતી સુવિચાર

મિત્રો આજે હુ તમને Suvichar in gujarati વિશે કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Suvichar in gujarati જરૂર ગમશે. જો તમને આ Suvichar in gujarati ગમે તો તમે એક વાર આ True love status gujarati પણ વાચજો.

Suvichar in gujarati

સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે

થોડીક ચાલાકી
અમને પણ શીખડાવ એ જિંદગી
આ જમાનામાં મારી નિર્દોષતા
મને મોંઘી પડી રહી છે

ડબલ રોલ કરવા વાળો માણસ
છેલ્લે એક રોલ પણ કરવાને લાયક રહેતો નથી

જે માણસ ભગવાન ને ભરોસે કામ કરે છે
એની સાથે થયેલા દગા નો હિસાબ પણ
ભગવાન જ કરે છે

ગુજરાતી સુવિચાર

suvichar-in-gujarati

ઓળખાણ, આવડત, અક્કલ, અનુભવ અને
આત્મવિશ્વાસ બજારમાં વેચાતા નથી
મફત મળે છે જો મેળવતા આવડે તો

suvichar-in-gujarati

જ્યાં આપણી હાજરી નથી હોતી
ત્યાં આપણાં ગુણ અવગુણ ની હાજરી
અવશ્ય હોય છે

Suvichar in gujarati

જો આપણી ભૂલ હોય તો 100 વાર નમી લેવું
પણ જો આપણી ભૂલ ન હોય
તો સામે ગમે તે હોય લડી લેવું

આ નાનકડી જિંદગી માં
એક વાત હંમેશા યાદ રખાય
સબંધ બધા સાથે રખાય
પણ વિશ્વાસ કોઈ પર ન રખાય

કાચા કાન, શંકાશીલ નજર અને નબળું મન
માણસ ને સારી સમૃધ્ધિ માં પણ
નરક નો અનુભવ કરાવે છે

સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે,
છાંયડો આવશે તો કદાચ અટકી જાશો.

“મદદ એ ખુબજ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસે થી આશા રાખી શકાતી નથી,
દરેક વ્યક્તિ દિલ થી ધનવાન હોતા નથી

Best Suvichar in gujarati

suvichar-in-gujarati

વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં

જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,
અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી

suvichar-in-gujarati

“માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે
પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે.”

કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.”

આ દુનિયા માં બધુજ કીમતી છે,
“પરંતુ”
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી

ગુજરાતી સુવિચાર

મનુષ્ય ના આચરણ થી તેના કુળની,
બોલી થી તેના દેશ ની,
તેના આદર સત્કાર થી તેના પ્રેમ ની,
અને
તેના શરીર થી તેના આહાર-વિહાર ની
પરખ થાય છે.

આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે,
પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે.

જે વ્યક્તિ જતું કરી શકે છે
તે લગભગ બધુ કરી શકે છે

suvichar-in-gujarati

તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે,
જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો.

આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે
જેના આધારે ઘણા બધા જંગ જીતી શકાય છે.

Best Suvichar in gujarati

suvichar-in-gujarati

તમારી “કુશળતા” પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે
જ્યાં સુધી તમને “સફળ” નહીં બનો

છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ઈશ્વર નબળો નથી

સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય,
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે તે તેટલો જ સંબંધ નિભાવશે.

“આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે,
લોકો સાચું મનમાં બોલે છે
અને
ખોટું બૂમો પાડી ને બોલે છે.”

“ખરાબ સમય ની સારી વાત એ છે કે
તે તરત જ ખરાબ લોકો ને જીવન માથી દૂર કરે છે.”

“સંબંધ પૈસા ના મહોતાજ નથી હોતા કેમ કે
અમુક સંબંધો એ નફો નથી કરાવી સકતા
પરંતુ અમીર જરૂર બનાવી દે”

જો મહેનત એક આદત બની જાય
તો સફળતા એક મુકદ્દર બની જાય

Best Suvichar in gujarati

બીજાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં
સુરજ હોય કે ચાંદ
બધા પોતાના સમયે ચમકે છે

suvichar-in-gujarati

જીવન માં સૌથી સુરક્ષિત વીમો એટલે
ઈશ્વર માં ભરોસો બસ સમયસર
સારા કર્મોનું પ્રીમિયમ ભરતા રહેવું

લાગણીશીલ વ્યક્તિ કાયમ એકલો રહી જાય છે
કારણ કે એની લાગણીઓ સાથે લોકો
રમત રમી જાય છે

માણસ ભલે ગમે તેટલો સમજદાર હોય
પણ એ કોઈની લાગણી ન સમજે ને
તો એવી સમજદારી નો કોઈ મતલબ નથી

Suvichar in gujarati

એક કાશ
બહુ બધી આશ
અને મર્યાદિત શ્વાસ
વચ્ચે અટવાયેલી રમત નું નામ એટલે જિંદગી

ક્યાં સુધી ભણવું અને ક્યાં સુધી કમાવું
એ ઉમર નહીં પરિસ્થિતિ નક્કી કરતી હોય છે

સવાર પડે તો ધન્યવાદ માનજો
અને રાત પડે તો આભાર
કારણ કે તમારા હાથ માં કાંઈ નથી
પણ એના હાથમાં બધું જ છે
કોની સવાર પાડવી અને કોની નહીં

સુંદર ચહેરા થી વધારે જરૂર છે
સારો સ્વભાવ રાખવો સાહેબ કારણ કે
ચહેરો તો ઉમર અનુસાર બદલાય જાય છે
પરંતુ સારો સ્વભાવ જીવનભર સાથ આપે છે

દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે
જે એ જાણી ચુક્યા છે કે બીજા પાસે થી
કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે

જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો કેમ કે
જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે.

“જ્યારે તમે પ્રકાશ માં હોવ છો ત્યારે ઘણા લોકો તમને અનુસરે છે
પરંતુ જેવા આપ અંધારા માં પ્રવેશ કરો છો કે આપનો પડછાયો પણ સાથ છોડી દે છે”

Best Suvichar in gujarati

“ફક્ત બીજાની અપેક્ષા છોડી દો, દુનિયાની કોઈ તાકાત તમને નહી જુકાવી શકે.

સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
જ્યારે
નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે.

હૃદય થી સાફ રહેશો તો ઘણા બધા ના ખાસ રહેશો,
સુવિચારો મહત્વના નથી પરંતુ શું વિચારો છો તે મહત્વનુ છે.

ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે,
પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે
અને બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.

“જો આ દુનિયા માં કઈ છોડવું જ હોય તો
બીજાને નીચા અને પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો”

કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય તો ગર્વ અનુભવજો
કેમ કે “તમે તેનાથી ખૂબ મહાન છો.”

જો આપે ગરુડ ની જેમ ઊંચે આકાશ માં ઉડવું હોય તો કાગડાનો સંગ છોડવો પડશે.

જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો
ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરે
સ્વામી વિવેકાનંદ

“જ્યારે તમારી પાસે કઈ બાકી ના રહ્યું હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે.”

“માણસે સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ કરવો ખુબજ જરૂરી છે.”

ખૂબી અને ખામી એ બંને હોય છે આપડાં માં તમે શું પસંદ કરો છો તે મહત્વનુ છે.

જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દો
જ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી.

દરેક નિર્ણય એ કુદરત નો જ હોય છે, જે સ્વીકારે છે તે ક્યારેય દુખી થતાં નથી.

“એક હકીકત”
જ્યાં સુધી સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે

Suvichar in gujarati

ગુજરાતી સુવિચાર: જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય

જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય
પરિણામ ધાર્યા પ્રમાણે ના આવે તેનો મતલબ એ નથી કે આપણે હારી ગયા,
પરંતુ આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ ત્યારે આપણે હારીએ છીએ.

જીવનમાં બધું આવડયું સાહેબ
પણ
જેવા સાથે તેવા થતા ના આવડયું

જીવનમાં બધું ફાવી જશે
પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સંબંધ જરાય નઈ ફાવે

વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
પણ તેમાંથી મળેલા અનુભવ ને
હંમેશા યાદ રાખજો

માણસને પરિસથિતિ કરતાં
વિચારોનો થાક વધુ લાગે છે

માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી

કુદરતની પરીક્ષા ચાલે છે
જેને જે આવડે એ કરો
લૂંટવાનું આવડે એ લુંટો
સેવા આવડે એ સેવા કરો
અને પરિણામ માટે તૈયાર રહેજો
કેમકે ઉપર કોઈ લાગવગ નહીં ચાલે

સુખ શાંતિ માટે
દરેક ની વ્યાખ્યા જુદી હોઈ શકે
બુધ્ધે શાંતિ ની શોધ માં મહેલ છોડી દીધો
અને આપણે મહેલ ની શોધ માં
શાંતિ છોડી દીધી

મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી મીઠી યાદો, અને થોડી કડવાશ
આ બધુ મળીને જે વાનગી બને છે તેનું નામ એટલે જિંદગી.

Best Suvichar in gujarati

સંબંધો ની સંખ્યા હોય પરંતુ જો એમાં સહકાર ના હોય તો એ સંખ્યા નકામી.

તમે જે કઈ પણ કરી શકો છો તેના માટે ક્યારેય મોડુ થતું નથી.

“સંપતિ કરતાં સંસ્કાર ચઢિયાતાં છે,
કેમ કે સંપતિ ની વિલ બને છે
જ્યારે સંસ્કાર ની ગૂડવિલ બને છે.

કોઈ મારુ ખરાબ કરે એ એનું કર્મ છે
પરંતુ
હું કોઈ નું ખરાબ ના કરું એ મારો ધર્મ છે.”

ગુજરાતી નાના સુવિચાર: પરિસ્થિતી થી માણસ જેટલો તૂટે છે તેટલોજ મજબૂત પણ બને છે.
પરિસ્થિતી થી માણસ જેટલો તૂટે છે તેટલોજ મજબૂત પણ બને છે.

અપેક્ષા ના અંત પછી જ શાંતિ ની શરૂઆત થાય છે.

સમય અને ભાગ્ય એ બંને પરિવર્તનશીલ હોય છે
માટે તેના પર ક્યારેય અભિમાન ના કરવુ જોઈએ

ભેગા તો બધા થાય છે બસ તકલીફ એક થવામાં છે.

સારી વ્યક્તિ ની પસંદગી નહીં કરો તો ચાલશે પરંતુ
એવિ વ્યક્તિ ને જરૂર પસંદ કરજો જે આપણે સારા બનાવે.

Suvichar in gujarati

વેદના એ વાત નો પુરાવો છે કે, આપણમાં સંવેદના સજીવન છે.

દરરોજ પોતાની સાથે મુલાકાત કરો, પોતાને સમજવા પણ જરૂરી છે.

સફળતા એ સવાર જેવી છે, માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે.
સફળતા એ સવાર જેવી છે, માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે.

સમજ અને ગેર-સમજ વચ્ચે ના અંતર ને માત્ર સંવાદ ના સેતુ થી જ કાપી શકાય છે.

નખરાં ત્યારે જ થાય છે જ્યારે વિકલ્પ હોય છે.

સમસ્યા એ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ સમસ્યા ને સમસ્યા સમજવામાં છે

સમય એ કોઈનો સગો થતો નથી, સગા બધા સમય જોઈને જ થાય છે.

જીવન માં ક્યારેય એ સ્પષ્ટ નથી સમજી શકાતું કે
જે તૂટે છે તે આપણો વિશ્વાસ હોય છે કે ભ્રમ.

જિંદગીનો સાચો મર્મ
જિંદગી માં વર્ષો ઉમેરવાના નથી પરંતુ
વર્ષો માં જિંદગી ઉમેરવાની છે.

જમવું અને પેટ ભરવું માં ફર્ક એટલોજ છે જેટલો સાથે હોવામાં અને રહેવામાં છે.

જબરદસ્ત સંબંધો માં ક્યારેય જબરદસ્તી નથી હોતી.

positive suvichar in gujarati

કહેવાય છે કે જિંદગી એક વાર જ મળે છે
એ સાવ ખોટું છે મૃત્યુ જ એક વાર મળે છે
બાકી જિંદગી તો રોજ મળે છે

કર્મ હંમેશા પાછું આવે જ છે
પછી ભલે સારું હોય કે ખરાબ
જે તમે બીજા સાથે કર્યું હોય
એ તમારી પર વીતશે એ તો ચોખ્ખી વાત છે

દેખા દેખી બહુ અઘરી છે
ગમે તેની કરશો તો લેવાઈ જશો
સલાહ બહુ સસ્તી છે
ગમે તેની લેશો તોય ભરાય જશો
જીવનમાં પોતાની સોચ
અને સગવડ પ્રમાણે જીવશો તો તરી જશો

જીવનની મુસાફરી લોકલ ટ્રેન જેવી હોય છે
ધક્કા મુક્કી કરીને અંદર ગયા
અને અંદર ઉભા રહ્યા
માંડ બેસવાની જગ્યા મળી
ત્યાં તો સ્ટેશન આવી ગયું

ઈજ્જત રૂપિયાની નહીં
વ્યવહાર અને વર્તન ની છે
પાંચ માણસ તમારા રૂપિયા જોઈને નહીં
પણ તમારો સ્વભાવ જોઈને આવકાર આપશે
માટે જ વધુ રૂપિયા વાળા કરતા
સારા સ્વભાવ વાળા વ્યક્તિ વધુ અમીર છે

Suvichar in gujarati

ખેલાડી તો હું તમારા થી પણ સારો છુ પણ
સંબંધો સાથે રમવું એ મારા સંસ્કાર માં નથી

એક ઇચ્છા કશું બદલાતી નથી
એક નિર્ણય થોડું બદલે છે જ્યારે
એક નિશ્ચય બધુ જ બદલી નાખે છે.

કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે તદ્દન ખોટી વાત છે,
મૃત્યુ એક જ વાર મળે છે, જિંદગી તો રોજ સવારે મળે છે.
“બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ”

કિમત પાણી ની નથી તરસ ની છે,
કિમત મૃત્યુ ની નથી શ્વાસ ની છે,
સંબંધ તો ઘણા છે જીવન માં પરંતુ
કિમત સંબંધ ની નથી,
તેના પર મૂકવામાં આવેલ વિશ્વાસ ની છે.

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શિખતા રહો
કેમ કે
“અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે”

positive suvichar in gujarati

સાચી દિશા અને સાચા સમય ના જ્ઞાન વગર ઊગતો સૂર્ય પણ આથમતો જ દેખાય છે.

તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે હાર ના સ્વીકારો.

“સફળતા નું રહસ્ય એ છે કે આપનું લક્ષ્ય હમેશા આપની સમક્ષ હોવું જોઈએ.”
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ
જે આપના માટે યુદ્ધ ના લડે પરંતુ આપની જીત નિશ્ચિત આવશ્ય કરે.

સંપતિ સુખ નહીં માત્ર સગવડ આપે છે,
સુખ તો સાચા સંબંધો ની પૂંજી થી મળે છે.

“અઘરું કામ આવતી કાલે નહીં પરંતુ આજે જ શરૂ કરો”

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો
આપે પ્રચંડ ખંત અને દૃઢ ઈચ્છાશક્તિ થી કારી કરવું પડશે.
સ્વામી વિવેકાનંદ

ગુજરાતી સુવિચાર ફોટો

તમારી હરીફાઈ કરનારા એ તમારા કામ ની કોપી કરી શકે છે
પરંતુ તેઓ આપના જુનુન, સાહસ, ક્ષમતા, સંસ્કાર કે ધૈર્ય ની કોપી નહીં કરી શકે.

“ભૂલો તમારો અનુભવ વધારે છે, જ્યારે અનુભવ આપની ભૂલો ને ઓછી કરે છે”

ઋગ્વેદ માં એક સુંદર વાક્ય છે,
“અયં હસ્તો મેં ભગવાનયં”
અર્થાત
“મારા બે હાથ જ મને સાચી સમૃદ્ધિ અપાવી શકે છે,”

જે લોકો ને પ્રયાસ જ નથી કરવો એને બધી સમસ્યા મોટી જ લાગશે.

જીવન એ સિક્કા જેવુ છે, તમે તેને ઇચ્છો તેમ ખર્ચ કરી શકો છો
પરંતુ જીવન માં માત્ર એક જ વાર ખર્ચ કરી શકો છો.

પોતાના પર ભરોસો રાખજો,
અહી આવ્યા છો તો સફળતા પણ મળશે જ

જ્યાં તમે કઈ ના કરી શકો એવું લાગે ત્યાં પણ
એક કામ અવશ્ય કરો
“પ્રયત્ન”

Suvichar in gujarati

પગે એને જ લગાય જેનું આચરણ પૂજવા લાયક હોય,
મોટા માણસ બનવું એ સારી વાત છે,
પરંતુ
સારા માણસ બનવું એ મોટી વાત છે.

મોડા બનો તો મોડા બનો પણ કામયાબ જ બનો
કેમ કે વર્ષો બાદ જ્યારે લોકો મળે છે
ત્યારે ખેરિયત થી વધારે હેસિયત જ પૂછે છે.

કોઈ પણ ના જીવન માં મોકો મળે તો
“સારથી” બનવાનો પ્રયત્ન કરજો નહીં કે “સ્વાર્થી”

બગડેલા કેસ ને જે સુધારે તે વકીલ કહેવાય
પરંતુ
જે કેસ બગાડવા જ ના દે તેને “વડીલ” કહેવાય

જેઓ વિચારે છે કે તેઓ જીતી શકે છે, હકીકત માં તે જ જીતી શકે છે.

Suvichar in gujarati

જો આપણે દિવસ દરમિયાન એક પણ મુશ્કેલી નો સામનો ના કરવો પડે
તો સમજો કે આપ ખોટા માર્ગે છો.
સ્વામી વિવેકાનંદ

“પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ના રહે”

કોઈ ક્યારેય હારતું નથી,
કાં તો શીખે છે,
કાં તો જીતે છે.

ઊંચું ઉડવા વાળું પક્ષી ક્યારેય ઘમંડ નથી કરતું કેમ કે,
તેને પણ ખબર છે કે આકાશ માં ક્યાય બેસવાની જગ્યા નથી હોતી.

વિશ્વાસ એ એક એવો શબ્દ છે જેને
વાંચતાં “એક ક્ષણ” લાગે છે,
સમજતા “એક મિનિટ” લાગે છે,
પરંતુ સાબિત કરતાં “આખું જીવન” નીકળી જાય છે.

તો મિત્રો હુ આશા કરુ છુ કે તમને આ Suvichar in gujarati જરૂર ગમ્યુ હશે.

Leave a Comment