51+ Gujarati status love, attitude, zindagi download

આજે હુ તમને Gujarati status વિશે અને તેની સાથે સાથે બિજા Gujarati status love, Gujarati status attitude, zindagi status gujarati વિશે પણ કહિશ. હુ આશા કરુ છુ કે તમને આ Gujarati status ગમશે. જો તમને આ ગમે તો તમે એક વાર આ gujarati quotes અને gujarati attitude shayari પણ વાચજો.

Gujarati status

Gujarati-status-love-attitude-zindagi-download

સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે
સન્માન તમારું નહિ
તમારા સ્થાન અને સ્થિતિનું થાય છે

Gujarati-status-love-attitude-zindagi-download

ગજબ રિવાજ છે આપણા દેશનો
નજર મર્દૉની ખરાબ હોય છે
અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

Gujarati-status-love-attitude-zindagi-download

સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે

Gujarati-status-love-attitude-zindagi-download

હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા
હવે સમજાયું
આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે

Gujarati-status-love-attitude-zindagi-download

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય

Gujarati-status-love-attitude-zindagi-download

તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો

Gujarati-status-love-attitude-zindagi-download

ભાવ ખાવાનો સ્વભાવ રાખવા કરતા
ભાવ ભરેલો સ્વભાવ રાખતા શીખો
ખૂબ ખુશ રહેશો

Gujarati status attitude

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે
કોઈ ના વિચારો થી નહી

Gujarati-status-love-attitude-zindagi-download

જીંદગી ના દીવસો વધારવા છે
તો, વિચારો ના કલાકો ઘટાડી નાખો

અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે
જેની પાંખોને ક્યારેય ‘વા’ લાગતો નથી

કોઈ સારી વ્યક્તિથી કાંઈ ભૂલ થાય તો સહન કરી લેજો
કારણ કે મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે

વરસાદના છાંટા શીખવે છે કે
જિંદગીની સૌથી અદભુત ક્ષણો પકડી શકાતી નથી
ફક્ત માણી શકાય છે

Gujarati-status-love-attitude-zindagi-download

દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે

Gujarati-status-love-attitude-zindagi-download

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ
પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ

માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે
જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા

સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો
સાહેબ દુનિયા તો શું ભગવાન ખુદ એ ફોટો Like કરશે

Zindagi Gujarati Status

લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય

કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું એ સફળતા નથી
પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને
જીતી લેવી એ જ સાચી સફળતા છે

શાંતિ ની ઈચ્છા હોય તો
પહેલા ઈચ્છા ને શાંત કરી દો

સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવુ
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું

દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

માન હોય ત્યાં પગ મુકજો સાહેબ
અભિમાન તો અહીંયા દરેક ને છે
હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ
કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય

જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે

રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ
તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો
ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે

Royal Gujarati status

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા
કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય
દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ

મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે
એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે
જેનું નામ છે આત્મબળ

મંજિલ સુધી પહોચવા માટે
સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે

આપડું રાખશો તો તમારું રહેશે
બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે

કોઇને સારા લાગશો
કોઈને ખરાબ લાગશો
પણ ચીંતા ના કરશો
જેવા જેના વિચારો હોય છે
તેવા જ તેના મૂલ્યાંકન હોય છે

કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે
પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે

મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો

ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો
કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે
સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે

Gujarati status

હુ દુનિયા સામે લડી શકુ છુ પણ
મારા અંગત લોકો સામે લડી શક્તો નથી
કારણ કે એમની સાથે મારે જીતવુ નથી
પણ જીવવુ છે

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો
તમે મારા Friend નથી પણ Fan છો

સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે
કોઇનો પસાર થતો નથી
તો, કોઇ પાસે હોતો નથી

સમુદ્ર બની ને શું ફાયદો
બનવું હોય તો નાનું તળાવ બનો
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને

કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે

જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો

તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ
તમારી પાછળ

Attitude ખાલી એને જ બતાવું છું જેને
તમીજ ની ભાષા સમજાતી નથી

એક અક્ષર લખવા માટે
જો કાગળ અને કલમ વચ્ચે પણ સંધર્ષ થતો હોય
તો વ્હાલા આ તો જીવન છે

Gujarati status download

બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને

પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય
બાકી વાંદરિયું નું નકી ના કેવાય
ગમે ત્યારે ગુલાટી મારે

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય

જીદગી નું દરેક ડગલું
પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો
કારણ કે જયાં આપણી હાજરી નથી હોતી
ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે

જો હારવાથી બીક લાગતી હોય
તો જીતવાની ઇચ્છા ક્યારેય ના રાખતા

જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું

તકલીફ હોય તો સામે થી કેજો વાલા
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

Moj Gujarati status

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે

હસતાં રહો હસાવતાં રહો પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો

ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે નય જ નીકળે

દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ

અમારા થી નારાજ વિચારી ને થાજો
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે

સ્વમાની માનસ છું સાહેબ
સંઘર્ષ કરતા આવડશે પણ
સહન કરતા નહી

જીંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી રહ્યા છો ને
એ ઉપાડવાના નહોતા માત્ર ઓળંગવાના હતા

નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ

બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ

ગજબ ની ટેવ છે મારી
પ્રેમ હોય કે નફરત
દિલ થી કરીએ છીએ

દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું

સફળતા માટે આ ૩ સાથે રાખો
(1) મગજમાં બરફ
(2) જીભમાં ખાંડ
(3) હૃદયમાં પ્રેમ

Zindagi Gujarati status

દીકરી છું તો શું થયું ???
જીવશે તો વટ થી જ

દિલ “નરમ” પણ મગજ સખત “ગરમ” છે,
બાકી બધી ઉપરવાલા ની “રહમ” છે

Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“તું કોણ ?? “

મારી મરજી
જે ઈચ્છા થશે એ જ કરીશ

દુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર
નમ્યા નથી અને નમશું પણ નઈ

સિંહણ જોડે મસ્તી અને અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નથી હો વાલા,
એના માટે જીગર જોઈએ જીગર હો વાલા

Dear સંસ્કાર
જો તું ના હોત તો હું બધા ને એમની જ ભાષા માં જવાબ આપત

સળી કરવા વાળા ધ્યાન રાખજો,
સમય ખરાબ છે એટલે શાંત બેઠી છું
સમય આવશે ત્યારે બરાબર દર્શન કરાવીશ
ક્યુટ તો સસલા જ હોઈ સાહેબ
આતો સિંહણ ની જાત ખૂંખાર જ હોઈ

આપણું Status જોઇને કોઈ
એવું ના સમજતા કે આ Queen ગમ માં છે
એ તો સારું લાગે એટલે મુકું છું
બાકી આપડે તો 24 કલાક મોજેમોજ જ હોય

Gujarati status

વટે ચડવામાં ને વેર લેવા માં ધ્યાન રાખવું વાલા,
બાકી આ સિંહણ એકલી જ ફરતી હોઈ છે.
જે થાય તે ઉખાડી લેવું

મદિરાનો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી

કડવા વેણ મોઢે કહે
હૈયામા કાયમ હેત
એના મેલા ન હોય પેટ
ઈ સાચા મિત્ર શામળા

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે

મિત્ર એટલે
ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા

જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય
છતાંય ભાઈ જેવો સંબંધ હોય
એનું નામ ભાઈબંધ

દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.

Gujarati Status love

પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય

દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે, કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે
અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.

ખુશી શોધું તો દુઃખ જ મળે છે
આ દુઃખ જીવન માં બધે જ મળે છે
જે જીવનના બધા દુઃખ વહેચી લે
એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે

તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો
મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.

તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી
મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો હું ગરીબ પણ નથી

મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું

દુશ્મન બની લડી લેજો, પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..

દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી,
પણ જેમની સાથે થાય છે
એ લોકો જીવનમાં ખાસ બની જાય છે

dosti Gujarati status

જીવન માં મિત્રો રાખવા જરૂરી છે
નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે

અમારા Location ના હોઈ વાલા
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે

દેખાવ છું એટલી સીધી પણ નથી
તમે સમજો છો એટલી ખરાબ પણ નથી

આ તો સિંહણ ની Entry છે,
જેવી તેવી થોડી હોય કાયદેસરના ભડાકા થાય
ધમકી તો ખાલી લુખ્ખા આપે, અહી તો સીધું ફાયરિંગ થાય.

ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

અમારૂ પ્રોપર એડ્રેસ ના હોય સાહેબ
કારણ કે સિંહ ના ઠેકાણા ના હોય એ તો ગમે ત્યાં જોવા મળે.

તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!

Gujarati status

હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો,
પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે
જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે

અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી
કારણ કૅ સાવજના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ

આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા,
સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે

ક્ષમા યશ છે
ક્ષમા ધર્મ છે,
ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે

પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો

આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી

કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે…

મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે,
કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.

પોતાનુ સંપૂર્ણ જીવન આપીને “પાણી” વૃક્ષ ને ઉછેર છે,
તેથી જ તે લાકડાને પોતાની અંદર કદી ડુબાડતુ નથી
છે ને ખાનદાની

હું બચાવતો રહ્યો મારાં ઘરને ઉધઈઓથી,
અને કેટલાંક ખુરશીઓના કીડાઓ મારાં આખાં દેશને ખાઈ ગયા.

zindagi Gujarati status

હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુઃખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.

રાખો ભરોસો તમે ખુદ પર સાને શોધો છો ફરિશ્તાઓ
પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ તોય શોધી લે છે ને રસ્તાઓ..

ખરેખર ભવિષ્ય હોતું જ નથી, આપણે તેનું નિર્માણ કરવું પડે છે.

દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હૃદય ના, કાં તો આંખો ના.

આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ છોડી જવા જેવું છે સાહેબ
એ મુર્ખામી છે,
શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ પણ નીકળે.

લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો
પરંતુ અનુભવ કહે છે
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે.

ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ
બસ, સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ.

સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે

ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી,
અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.

વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે

ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે

Gujarati status download

રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે

સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે.

દરેક ઘર નું સરનામું તો હોય પણ, ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે

સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે

સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો, તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે

જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ, અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ

બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે

ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે.

અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા

કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે

વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે
પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી

ROyal Gujarati status

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે

પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે

કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે
કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે

જીવનનો અર્થ છે
સમય જેઓ જીવનથી પ્રેમ કરતા હોય,
તેઓ આળસમાં સમય ન વિતાવે

જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો

જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે
એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી

વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે

હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય

મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે

ઊંઘ આવે તો સુઈ જાઓ
પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ

જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય
તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ

પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ
અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ

વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય
પછી જ તે સક્રિય બને છે

હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati Status ગમી હશે.

Leave a Comment