Gujarati shayari no khajano | shayari in gujarati for love

આજે હુ તમને Gujarati shayari no khajano અને તેની સાથે સાથે shayari in gujarati for love પર પણ શાયરી કહેવા જાઉ છુ હુ આશા કરૂ છુ કે તમને અમારો આ Gujarati shayari no khajano પર અમારી શાયરી ગમશે.

જો તમને અમારો આ Gujarati shayari no khajano પર શાયરી ગમે તો તમે અમારી બીજી શાયરી Gujarati love shayari photo પણ એક વાર જોજો.

Gujarati shayari no khajano

gujarati-shayari-no-khajano

તારા પ્રેમની વાર્તા મે મારા હ્રદયમાં લખી છે
થોડીક નહિ પણ ઘણી બધી લખી છે
કર્યા કરો અમને પણ તમારી દુઆ માં સમાવેશ
અમે અમારી દરેક શ્વાસનો હિસાબ તમારા નામે લખી છે

shayari in gujarati for love

gujarati-shayari-no-khajano

આકાશથી ઊંચું કઈ નહિ
સાગરથી ઊંડું કઈ નહિ
આમ તો મને બધા ગમે છે
પણ તમારા કરતાં પ્રેમાળ કોઈ નહિ

Gujarati shayari no khajano

gujarati-shayari-no-khajano

તમે આંખોથી આંખો ક્યારે મળાવી દીધી
અમારા જીવનને રણકાર સ્મિતની એક આપી દીધી
મુખથી તો અમે કઈ પણ કહી ન શક્યા
પણ આંખોએ તો આ હ્રદયની બધી વાત કહી દીધી

હોઠ કહી ન શકે વાત આ હ્રદયની
કદાચ આંખોથી એ વાત થઈ જાય
આજ આશામાં રાહ જુએ છે અમે રાત્રિની
કે હકીકતમાં નહિ પણ સ્વપ્નમાં તો ભેટ થઈ જાય

હું તારા હ્રદયમાં રહીશ એક યાદ બનીને
તારા મુખ પર વસી એક સ્મિત બનીને
ક્યારે નહિ સમજતા કે હું તમારાથી અલગ છું
તારી સાથે જ ચાલીશ હું એ આકાશ બનીને

shayari in gujarati for love

gujarati-shayari-no-khajano

આજે દરેક પળમાં સુંદરતા છે
હ્રદયમાં મારે ફકત તારી જ કોમળતા છે
ગમે તે કહે આ જગત મને કોઈ દુઃખ નહિ
કેમ કે આ જગત કરતા મને તું પ્રેમાળ છે

જે છે તારા હ્રદયમાં એક વાર કહીને તો જુઓ
પ્રેમને એક વાર મુખ પર લાવીને તો જુઓ
બધું જ મળી જશે એ જ ક્ષણમાં
ફકત એક વાર પ્રેમને વ્યક્ત કરીને તો જુઓ

સુંદર તો એ મને પછી લાગેલી
પહેલા તો એમની સાથે અમને પ્રેમ થઈ ગયો

મને મંજૂર છે આખી ઉમર માટે સજા
જો એ જેલ તારા હાથોની હોય તો

તારા વિચારોની રમઝટ લાગેલી છે મારામાં
કે હું એકલો હોવા છતાં પણ એકલો નથી

કોઈએ મને કહ્યું કે સાચો પ્રેમ શું હોય છે
સાંભળ
એના પ્રશ્નનો જવાબ છે તું

તારી સરળતા પર હું ચાર ચાંદ લગાવી દઉં
તું સાડી પહેરજે હું તને સિંદૂર થી સજાવી દઈશ

સાંભળ
કાલે પણ મે તારો ફોટો જોયો હતો
તું મને કાલે પણ એટલી જ સુંદર લાગી હતી

જેની માટે તમે જરૂરી છો
એને કોઈ પણ કારણની જરૂર નહિ અલગ થવા માટે

હું પણ ઈચ્છું છું કે તું મને એવી રીતે પ્રેમ કરે
જેમ માણસ કોઈ પીડામાં આરામ માંગે

ખૂબ જ પ્રેમાળ લાગવા લાગી જાય મને એ દરેક પળ
જ્યારે જ્યારે હું વિચારું તારી સાથેનો આવતો કાલ

Gujarati shayari no khajano

gujarati-shayari-no-khajano

એને પ્રશંસા જ મારી કઈક એવી રીતે કરી કે
હું પોતે જ મારા ફોટાને સૌ વાર જોવા લાગી ગયો

હું હતો સમય ને એ હતી કહાની
હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ
તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ

ગુજરાતી શાયરી સ્ટેટસ

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું
એક તું કે તારી આંખ બધું બોલતી રહી

પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું

તારા હર એક પગલા મા પગલુ માંડી ને ચાલીસ હુ
તુ શરુઆત તો કર મારા જીવન મા એક પગલુ પાડવા ની

રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથ માં

સાંજ પડે અને તારો એક મેસેજ વાંચવાથી,
આખા દિવસનો થાક અને,
દિલમાં જે હરખ ની હેલી ઉપડે ને તે પ્રેમ છે

હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર અને તારાઓ તોડી લાવીશ
પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ

મોહ મારો, તું ફરીથી લગાવે,
હું રડું અને તું મને ચુંપ કરાવે
હવે એ સંબંધ ક્યાં આપણા કે
હું રિસાઉં અને તું મને મનાવે

પ્રેમ ભરી શાયરી

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર
જે તારી સાથે વીતે એ જીંદગી.

ભલે આકર્ષણ માટે કેટલાય કારણો હશે
પણ ગમવા માટે એક જ કાફી છે

તારા ગયા પછી પણ તારો સ્પર્શ મે સાચવી રાખ્યો છે.
એ એંઠા ગલાસમાં પાણી પીને મળતો હર્ષ છુપાવી રાખ્યો છે

તું યાદ નથી કરતી એટલે
નવી નવી તરકીબો અજમાઉં છું
લીલા મરચા ચાવી ચાવી ને હેડકીઓ ને બોલાવું છું

જ્યારે ભૂખ ના લાગે,
ઉંઘ ના આવે,
મન કયાંક ન લાગે તો સમજવું કે તમને વિટામિન “she”
ની કમી છે

હા કહેશો તો સ્વીકાર કરીશ
ના કહેશો તો મહેનત કરીશ
અને જ્યારે તમારા લાયક બનીશ
ત્યારે ફરી ઓફર કરીશ
પણ પ્રેમ તો તને જ કરીશ

Gujarati shayari no khajano

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો,
જોતજોતામાં મેં દુનિયાને મનાવી લીધી,
તમે કારણ વિના રૂઠયા છો, મનાવી ન શક્યો.

કોઈ હશે જે જગતમાં બધાને ચાહે છે,
ને એવા પણ છે જે ખુદ એકલાને ચાહે છે;
નવાઈ શું જો વફાદારને કોઈ ચાહે?
એ દિલ છે દિલ કે જે દિલ બેવફાને ચાહે છે.

પ્રેમની પરીક્ષા એટલી સરળ નથી
અને કોઇ ને મેળવી લેવુ ફક્ત એજ પ્રેમ નથી
વષોૅ વીતી જાય છે કોઇની રાહ જોવામાં
આ કંઇ એક બે મીનીટ નુ કામ નથી..

પહેલો પ્રેમ અને પહેલો વરસાદ અમુકના જ નસીબમાં હોય છે
પણ સાચી વાસ્તવિકતા તો એ છે કે
ભર્યો વરસાદમાં પણ અમુક હૈયા કોરા જ રહી જાય છે

પલ પલ તારા વીના જીવતો રહીશ
પણ તને પ્રેમ કરતો રહીશ
ભલે ના મળે તુ મને
તારી યાદો ને લઇ ને ફરતો રહીશ

હુ આશા કરૂ છુ કે તમને આ Gujarati shayari no khajano ગમ્યો હશે.

1 thought on “Gujarati shayari no khajano | shayari in gujarati for love”

Leave a Comment