આજે હુ તમને દોસ્તી શાયરી વિશે કહિશ અને આ દોસ્તી શાયરી ની સાથે સાથે મિત્ર વિશે શાયરી અને મિત્રતા status વિશે પણ કહિશ. તો હુ આશા કરૂ છુ કે તમને આ દોસ્તી શાયરી ગમશે.
જો તમને આ દોસ્તી શાયરી ગમે તો તમે એક વાર આ Gujarati friendship shayari પણ વાચજો.
દોસ્તી શાયરી

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે,
જ્યારે પણ ઍ આવે છેં ને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે

બાળપણ મા મારા બધા મિત્રો પાસે ઘડિયાળ નહિ હતી
પણ સમય બધા પાસે હતો
અને આજે ઘડિયાળ બધા પાસે છે
પણ સમય કોઈ પાસે પણ નથી

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી,
પણ જેમની સાથે પણ થાય છે
એ લોકો જ જીવનમા ખાસ બની જાય છે
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા
મિત્ર વિશે શાયરી
સાચો મિત્ર નો મતલબ
જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય
અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે
ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર મૌત નો ક્લાસ બંક કરીએ

મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે
એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો
પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે
નથી પૈસા કે નથી ડોલર
પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
પણ દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું
દોસ્તી શાયરી ફોટો
મિત્રતા હોય તો સુદામા-કૃષ્ણ જેવી હોવી જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,
એક બધું જ આપીને જણાવતો નથી.
મિત્ર એટલે
ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું
કે હું નસીબદાર છું
અમારી ભૂલો ને માફ કરતા રહેજો
જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો
દોસ્તી Status
દોસ્તી એટલે
જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા
કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે
પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી
રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે
કે દુશ્મન ભલે આગળ નીકળી જાય
પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી
મિત્રતા status
કહે છે લોકો મને કે તારો જમાનો છે
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે

જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે
અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે
ખુશી શોધું તો દુઃખ જ મળે છે
આ દુઃખ જીવન માં બધે જ મળે છે
જે જીવનના બધા દુઃખ વહેચી લે
એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે,
નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે
ભાઈબંધી શાયરી
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર
દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ
દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય
પરંતુ, દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય
ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા
સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે
મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની,
કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે
જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે
દોસ્તી શાયરી
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે
દરેક પલ તને યાદ કરું છુ
મને ખબર નથી
પણ ઘરવાળા કહે છે કે હું ઉંઘમાં પણ તારી સાથે વાત કરું છુ
તારી મૈત્રી માં કઈ સર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર
બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે
દોસ્તી Status
જીંદગી માતા અને પિતા ની ભેટ છે
ભણતર શિક્ષક ની ભેટ છે
સ્મિત દોસ્તીની ભેટ છે
પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય
છતાંય ભાઈ જેવો સંબંધ હોય
એનું નામ ભાઈબંધ
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે
પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને
હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની
કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને
જે તૂ ઈચ્છે ઍ તરુ થાય,
તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય,
આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો
અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ
તો મિત્રો હુ આશા કરૂ છુ કે તમને આ દોસ્તી શાયરી ગમી હશે.